હે…જીના જીના મોરલીયા બેસાડો મારા માંડવે
ઓય ઓય ઓય
હે…જીના જીના મોરલીયા બેસાડો મારા માંડવે
કે આલા લીલા તોરણીયા બંધાયો મારા આંગણે
કે ને બેની કે ને તું શાને ઘેલી થાય રે
ઓ બેની બા મૈયર મા મનડું નથી લાગતું
ઓ બેની બા મૈયર મા મનડું નથી લાગતું
આખી આખી રાત્યું
હે આખી આખી રાત્યું મને નિંદરની ના આવે
આખલડી મીચું તો મને સોળલિયા સતાવે
હાય રે હાય ઓયે ઓયુ મા
આખી આખી રાત્યું મને નિંદરડી ના આવે
આંખલડી મીચું તો મને સોળલિયા સતાવે
હે..જીની જીની ઘુઘલડી ટંકાઉ મારા કામખે
ઓય ઓય ઓય
જીની જીની ઘુઘલડી ટંકાઉ મારા કામખે
કેને અલી નખરાળી તું સાને ગાંડી થાય રે
ઓ ભાભી મા મૈયર મા મનડું નથી લાગતું
ઓ ભાભી મા મૈયર મા મનડું નથી લાગતું
કુંવારા કમખામાં બોલે છે કોયલ રાણી
મને કેતા આવે લાજો મારે થાવું છે પટરાણી
હા ભઈ હા વાહ રે વાહ
કુંવારા કમખામાં બોલે છે કોયલ રાણી
મને કેતા આવે લાજો મારે થાવું છે પટરાણી
મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે
ઓય ઓય ઓય
મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે
કે ને અલી લાડકડી તું ઉતાવળી કાં થાય રે
ઓ દાદી મા મૈયર મા મનડું નથી લાગતું
ઓ દાદી મા મૈયર મા મનડું નથી લાગતું
રૂડા માંડવડા રોપાવો એમાં મોતીડાં વેરાવો
બાજોટીયા ઢરાવી મને પીઠી રે ચોળાવો
વાહ ભઈ વાહ હા ભઈ હા
માંડવડા રોપાવો મોતીડાં વેરાવો
બાજોંટીયા ઢરાવી મને પીઠી રે ચોળાવો
જાનેરી ગમતી જાનો તેરાવો મારા માંડવે
ઓય ઓય ઓય
જાનેરી ગમતી જાનો તેરાવો મારા માંડવે
કેને એલી કાલુડી તું શાને અધેળી થાય રે
કેવાય ના મૈયર મા મનડું નથી લાગતું
કેવાય ના મૈયર મા મનડું નથી લાગતું
કેવાય ના મૈયર મા મનડું નથી લાગતું